અમારા મહિલા કોલેજ ખાતે શિક્ષણ
અમારી કોલેજ પ્રાથમિક રીતે બી કોમ અને એમ.કોમ ની સાથે ધંધાકીય તાલીમ જેવી કે સ્કોપ( Society for creation of Opportunity-through Proficiency in English), કે જે આધુનિક સમય માં રોજગાર માટેનું જરૂરી તત્વ (અંગ) છે. જીકેએસ(Gujarat Knowledge Society) કે જે ધંધાકીય તાલીમ આપીને કોલેજ શિક્ષણ અને ધંધાકીય જરૂરીયાત માટેનું જોડાણ છે. અને સી.એ.(Chartered Accountant) તથા સી.એસ. C.S (Company Secretary) કે જેના દ્રારા આવડત તક બનાવવાનું માટે અવકાશ (સોસાયટી કે વ્યાવસાયિક સાથે કોમર્સ સ્ટ્રીમમાં સ્નાતકોત્તર (એમ કોમ) ડિગ્રી (બિઝનેસ) પૂરી પાડે છે
શુભારંમ:
સને ૨૦૦૨ માં “સરદાર પટેલ વિદ્યા ભવન” સુસંચાલિત મહિલા વાણીજય મહાવિધાલય (Mahila Commerce College)કે જે ગુજરાત યુનિવર્સીટી સાથે સ:લગન છે તે દ્વારા સનાતક સુધીના અભ્યાસક્રમ માં પ્રથમ વર્ષ વાણીજ્ય માં ૮૪ બેહનોને પ્રવેશ આપી ને પ્રારભ કરેલ અમારું પ્રાથમિક ધ્યેય લાભથી વંચિત દીકરીઓ ને પોસાય તેવા આથિક દરે ઉચ્ચ(કોલેજ) શિક્ષણ પુરું પડવાનું છે.આ ધ્યેય થી હાલ માં ૭૧૫ બેહનો બી.કોમ અને એમ.કોમ માં સ્કોપ , જીકેએસ, સી.એ, અને સી.એસ જેવા અન્ય વિવિધવ્યવસાયિક અભ્યાસકર્મો સાથે અભ્યાસ કરી રહી છે. આ કાર્ય માં ફંડ ની જરૂરિયાત અનિવાર્ય છે.જે વ્યક્તિગત દાતાઓ અને સંસ્થા ઓ તરફ થી મળે છે. અમને જણાવતા આંનદ થાય છે કે “ શેર એન્ડ કેર ફાઉન્ડેશન” (અમેરિકા) કે જે ગ્રામિણ મહિલા ઉત્કર્ષ માટે કાર્યરત છે.તેમણે પણ અમારા ધ્યેય ને સમજી ને માતબર રકમ ને દાન આપેલ છે.
આ કોલેજ કલાસરૂમો, પુસ્તકાલય , કમ્પ્યુટર લેબ (ઇન્ટરનેટ જોડાણ સાથે), LCD પ્રોજેક્ટર , LCD ટીવી , CCTV કેમેરા, બહુમાધ્યમી જોઈ-સાંભળી શકાય તેવી સિસ્ટમ અને બીજી તમામ જરૂરી સાધનોથી સુસજ્જ છે. અમારી સાથે સમર્પિત , ઉત્સાહી ,કર્મનિષ્ઠ અને ઉચ્ચ શેક્ષણિક લાયકાત ધરાવતો અધ્યાપકગણ છે. જેવો સારી ગુણવતાનું શિક્ષણ પુરૂ પાડે છે.