અમારી સફળ ગાથા
આ કોલેજ ના પરિણામો જ એ વાતની સાક્ષી પૂરે છે કે અમે ઉતરોતર સારા પરિણામો મેળવીએ રહ્યા છીએ અને એ વાતોનો અમને ગર્વ છે. આ વર્ષની સફળતાની ગાથા આપણી ૮ દીકરીઓ છે. જેમણે યુનિવર્સીટી દ્વારા લેવાયેલ પરીક્ષા માં ૧ થી ૫૦ માં સ્થાન(રેન્ક) મેળવેલ છે. યુનિવર્સીટી માં હજારો પરીક્ષાર્થીઓમાં આપણા ૧૧ ચમકતા સિતારાઓની વિગત નીચે મુજબ છે.
આ કોલેજમાં મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવતો નથી, પણ વેહલા તે પેહલાના ધોરણે અને પારિવારિક સ્થિતિ ,ધ્યેયનિષ્ઠા, આથિક સંજોગો વગેરે પર આધારિત છે. જયારે બીજી ખાનગી કોલેજો અને સંસ્થાઓ માં મેરીટ ના આધારે પ્રવેશ આપવામાં આવે છે. તેમ છતાં કન્યાઓને સમક્ષ બનાવવાના અમારા પાયાના ધ્યેય પ્રત્યે ની પ્રેરણા અને મહત્વકાંક્ષlના લીધે વિધાર્થીઓના પરિણામો શ્રેષ્ઠ રહ્યા છે.